Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપરહિટ ફિલ્મ 'પુષ્પા, ધી રાઈઝ'માં એક્ટર જગદીશની એક મહિલા આર્ટિસ્ટની સતામણી કરી તેને આત્મહત્યાની ફરજ પાડવાના કિસ્સામાં ધરપકડ કરાઈ

  • December 09, 2023 

સુપરહિટ ફિલ્મ 'પુષ્પા, ધી રાઈઝ'માં મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનના મિત્રની ભૂમિકા ભજવનારા એક્ટર જગદીશની એક મહિલા આર્ટિસ્ટની સતામણી કરી તેને આત્મહત્યાની ફરજ પાડવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે. જગદીશે આ મહિલા આર્ટિસ્ટની કેટલીક વાંધાજનક તસવીરો પાડી લીધી હોવાનું કહેવાય છે. ત્યારબાદ તે આ મહિલાને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ સતામણીથી ત્રાસીને મહિલા આર્ટિસ્ટે આપઘાત કરી લીધો હતો. જગદીશને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે બાદમાં તેની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ હાજર કરતાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. વધુમાં જગદીશ 'પુષ્પા'નાં બીજા ભાગ 'પુષ્પા ધી રુલ'માં પણ કામ કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application