કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. એવામાં ખાલિસ્તાની વિરુધ NIAએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે પણ NIA એક્શન મોડમાં જોવા મળી હતી. NIA દ્વારા ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સિખ ફોર જસ્ટિસ'ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 19 (NIA Releases Newlist) ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે પણ આવી જ કાર્યવાહી કરવાની NIA તૈયારી કરી રહી છે. આ ભાગેડુઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 19 નામ સામેલ છે.
NIAની આ યાદીમાં સામેલ તમામ નામો ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે અને તેને બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં આશરો લીધો છે. આ તમામ ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારત સ્થિત મિલકતો NIA દ્વારા જપ્ત કરવામાં આવશે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ વિદેશી ધરતી પરથી ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે.
19 ખાલિસ્તાની આંતકવાદીઓની યાદી
1.પરમજીત સિંહ પમ્મા- બ્રિટન
2.વધવા સિંહ બબ્બર- પાકિસ્તાન
3.કુલવંત સિંહ મુથરા- બ્રિટન
4.જેએસ ધાલીવાલ- અમેરિકા
5.સુખપાલ સિંહ- બ્રિટન
6.હરપ્રીત સિંહ ઉર્ફે રાણા સિંહ- અમેરિકા
7.સરબજીત સિંહ બેનુર- બ્રિટન
8.કુલવંત સિંહ ઉર્ફે કાન્તા- બ્રિટન
9.હરજાપ સિંહ ઉર્ફે જપ્પી સિંહ- અમેરિકા
10.રણજીત સિંહ નીતા- પાકિસ્તાન
11.ગુરમીત સિંહ ઉર્ફે બગ્ગા બાબા- કેનેડા
12.ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી- બ્રિટન
13.જસમીત સિંહ હકીમઝાદા- દુબઈ
14.ગુરજંત સિંહ ધિલ્લોન- ઓસ્ટ્રેલિયા
15. લખબીર સિંહ રોડ- કેનેડા
16.અમરદીપ સિંહ પુરેવાલ- અમેરિકા
17.જતિન્દર સિંહ ગ્રેવાલ- કેનેડા
18.દુપિન્દર જીત- બ્રિટન
19.એસ. હિંમત સિંહ - અમેરિકા
NIA દ્વારા ખાલિસ્તાની આંતકવાદી પન્નુ વિરુધ એક્શન
ગઈકાલે પંજાબમાં NIA દ્વારા પન્નુની જે સંપતિઓ જપ્ત કરવામાં આવી હતી તેમાં અમૃતસર જિલ્લાના પૈતૃક ગામે 46 કનાલ ખેતીની મિલકત અને ચંડીગઢ સેક્ટર 15 Cમાં આવેલ તેના ઘરને જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્તીનો અર્થ એ છે કે પન્નુ આ મિલકત પરનો અધિકાર ગણાવી શકશે નહિ હવે તે સરકારના અધિકાર ક્ષેત્રમાં આવશે. અગાઉ 2020માં પણ તેમની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500