Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના ડુંગરી હાઈવે પરથી પિસ્તોલ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • September 29, 2023 

વલસાડ SOGની ટીમે વલસાડ તાલુકાના ડુંગરી હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે બે યુવાનોને પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જે કેસમાં બંને આરોપીઓની પૂછપરછ કર્યા બંને આરોપીઓએ સાથે મળીને 7 માસ પહેલા ગણદેવી તાલુકામાં રહેતા કલ્પેશ પટેલ નામના યુવકને પિસ્તોલ વેચી હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપીઓ ઝડપાયા હોવાની જાણ કલ્પેશ પટેલને થતા કલ્પેશ પટેલે પકડાઈ જવાની બીકે વાપી S.O.G. પોલીસ મથકે હજાર થયો હતો.



વાપી S.O.G.ની ટીમે કલ્પેશ પટેલનો ભૂતકાળ ચેક કરતા બીલીમોરા પોલીસ મથકે 9 જેટલી ફરિયાદ કલ્પેશ પટેલ સામે નોંધાઇ હતી. વાપી S.O.G.ની ટીમે GIDC પલ્લીસ મથકે કલ્પેશ પટેલ સામે ગેરકાયદેસર રીતે હથિયાર રાખકે અંગે આમ્સ એકટ હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ હાઇવે ઉપર SOGની ટીમને બુધવારે વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડના ડુંગરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા S.O.G.ના કોસ્ટબલ મહમદસફીને મળેલી બતમોના આધારે મધ્યપ્રદેશના રફીકલાલા આફતાબ ખાન ગણદેવી તાલુકાના હાર્દિક નરેન્દ્ર કોળી પટેલને પિસ્તોલ અને કારતુસની ડિલીવરી આપવા વલસાડ તાલુકાના ડુંગરી હાઇવે ઉપર માલવા ધાબા પાસે સર્વિસ રોડ ઉપર આવવાના હોવાની બાતમી મળી હતી.



મળેલ બાતમીના આધારે S.O.G.ની ટીમે ડુંગરી હાઇવે ઉપર આવેલા માલવા ધાબા પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના વર્ણન વાળા ઈસમો આવતા S.O.G.ની ટીમે બાતમીવાળા વર્ણન મુજબના 2 ઇસમો આવતા તેમની આ જગ્યા ઉપર હાજરી બાબતે પ્રાથમિક પુછપરછ કરતાં અને તેમને ચેક કરતા રફીકલાલા પાસેથી ખિસ્સામાંથી જીવતા કારતુસ નંગ 4 મળી આવ્યા હતા. જ્યારે જેને ડિલીવરી લીધી હતી. તે ઇસમ ગણદેવી તાલુકાના ઉંડાચનઓ રાઘવ ફળિયાનો હાર્દિક પટેલને ચેક કરતા તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે આ બંન્ને ઇસમો પાસેથી પિસ્તોલ, કારતુસ, 2 મોબાઇલ મળી કુલ 35,800/-નો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




આ કેસમાં S.O.G.ની ટીમે બંને આરોપીઓની અલગ અલગ પૂછપરછ કરતા અન્ય પિસ્તોલ વેચવામાં સાગર રાજુભાઇ પટેલ, સચિન વિનોદ માંગ અને કલ્પેશ છગન પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ SOGની ટીમે હાર્દિક પટેલ અને રફીકલાલાને SOGની ટીમે ઝડપી પાડ્યા હોવાનું કલ્પેશ પટેલને ધ્યાને આવતા રફીકલાલાના માણસ સાગર પાસેથી કલ્પેશે પિસ્તોલ ખરીદી હોવાથી તેમને તેની SOGની ટીમ ધરપકડ કરે તે પહેલાં વાપી SOG પોલીસ મથકે હજાર થયો હતો. વાપી SOGની ટીમે વાપી GIDC પોલીસ મથકે કલ્પેશ પટેલ વિરુદ્ધ આમ્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application