એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ પોલીસ ટીમ દ્વારા તપાસ દરમિયાન બારડોલીના લીમડાચોક નજીક કરિયાણાની દુકાનમાં નોકરી કરતો બાળ મજૂર મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ પોલીસ બાળ મજૂરીને લગતા ગુનાઓની તપાસ કરી રહી હતી. તે સમયે બારડોલીનાં લીમડાચોકમાં આવેલી ઉતરતીમાં મહાચેતક કરિયાણા સ્ટોરમાંથી માત્ર 15 વર્ષ અને 6 માસની વયનો જણાતો બાળ મજૂર મળી આવ્યો હતો.
વિવિધ પંચોને સાથે રાખી પોલીસે સગીર વયના બાળ મજૂરની પૂછપરછ કરતા તેને મહાચેતક કરિયાણા સ્ટોરના માલિક સુરેશ બરદીચંદ્ર કુમાવત (રહે.શાંતાપાર્ક, શાસ્ત્રીરોડ પાછળ, બારડોલી) દ્વારા સવારે 9થી સાંજનાં 9 વાગ્યા સુધીનાં સમય માટે કરિયાણાની દુકાનનું કામકાજ સાંભળવા માસિક રૂપિયા 6,000/-નાં પગાર પેટે નોકરીએ રાખ્યો હતો. જુવેનાઇલ જસ્ટિસના કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ એક્ટ હેઠળ બાળ મજૂરને બચાવી તેને બાળ સુરક્ષા હોમમાં મોકલી દુકાનના સંચાલક સુરેશ કુમાવત વિરુદ્ધ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500