ગાંધીનગરના અડાલજ પોલીસે બાતમીના આધારે દંતાલીના પંચાલ વાસમાં આવેલા મકાનમાં દરોડા પાડીને જુગાર રમતા 13 શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી 80 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે સમયે બાતમી મળેલ કે, દંતાલી ગામના પંચાલ વાસમાં રહેતો રવિ હીતેન્દ્રભાઈ પટેલ બહારથી માણસોને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે આ મકાનમાં દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસે જુગાર રમતા દંતાલી ગામના રવિ હિતેન્દ્રભાઈ પટેલ, નરેશ બળદેવજી ઠાકોર, અજય પ્રહલદાજી ઠાકોર, રોહીત મહેશજી ઠાકોર, છબીલ ઉર્ફે શની દિનેશજી ઠાકોર, સેધાજી મંજુજી ઠાકોર, પાર્થ નિકુલભાઈ પંચાલ, મહેશ ભીખાજી ઠાકોર, રાકેશ રમેશજી ઠાકોર, શેરથા કસ્તુરીનગરના દિપક કાંન્તીજી ઠાકોર, શેરથા ગામના અભિષેક વિજયભાઈ પટેલ, બોપલ ગામના સુરેશ હરીભાઇ રાવળ અને મહેન્દ્ર રમેશભાઇ વાઘેલાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી 80 હજારનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500