મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના સિંગી ફળિયામાંથી અને નવું ઢોડિયાવાડમાંથી જુગાર રમતા 10 જુગારીઓને પોલીસે સ્થળ ઉપર જઈ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને રવિવારના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાના સિંગી ફળિયામાં આદિવાસી ચૌક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું કરી પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમતા 6 જુગારીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા.
જયારે પોલીસે સ્થળ ઉપરથી દાવ પરના અલગ અલગ દરની ચલણી નોટાના રોકડા રૂપિયા તથા ઝડપાયેલ તમામની અંગ ઝડપી કરતા મળી આવેલ રૂપિયા અને જુગાર રમવાના સાધનોનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં વ્યારા પોલીસે વ્યારાના નવું ઢોડિયાવાડ ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલા ગોળ કુંડાળું કરી પૈસા વતી પાના વતી હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી દાવ પરના રૂપિયા અને અંગઝડપી તેમજ જુગાર રમવાના સાધનો સહીતનો મુદ્દામક કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વ્યારાના સિંગીમાંથી જુગાર રમતા ઝડપાયેલ 6 જુગારીઓ...
1.સાબીરખાન હુસૈનખાન પઠાણ (રહે.સ્ટેશન રોડ, વ્યારા),
2.ભાવેશ જીતુભાઈ ઢોડિયા (રહે.સિંગી પ્રાથમિક શાળાની સામે, વ્યારા),
3.રોહિત રતનજીભાઈ ગામીત (રહે.સિંગી ફળિયું, કુમાર છાત્રાલયની પાછળ, વ્યારા),
4.ઈકબાલ હસન પઠાણ (રહે.સ્ટેશન રોડ, જે.કે.પ્લેસની સામે, વ્યારા),
5.વિજય શ્યામભાઈ ગામીત (રહે.સિંગી ફળિયું, પ્રાથમિક શાળાની બાજુમાં, વ્યારા) અને
6.જીજ્ઞેશ રમેશભાઈ ગામીત (રહે.સિંગી ફળિયું, કુમાર છાત્રાલયની પાછળ, વ્યારા).
વ્યારાના નવું ઢોડિયાવાડમાંથી જુગાર રમતા ઝડપાયેલ 4 જુગારીઓ...
1.અજય ટીનુંભાઈ ગામીત (રહે.બસ્તી ફળિયું, વ્યારા),
2.મનોજ સુમનભાઈ રાઠોડ (રહે.નવું ઢોડિયાવાડ, વ્યારા),
3.ભીખુ બાબુભાઈ ઢોડિયા (રહે.બસ્તી ફળિયું, વ્યારા) અને
4.વિશાલ મહેશભાઈ ચૌધરી (રહે.નવું ઢોડિયાવાડ, વ્યારા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500