Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની કાર્યવાહી, ટ્રકમાં લઈ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે ૨ જણાને ઝડપી પાડ્યા

  • August 27, 2022 

વાલોડના બાજીપુરાની મીંઢોળા નદી બ્રિજ પાસે આવેલ પુલ ફળિયા પાસેથી પસાર થતો કહેર રોડ પર તાપી પોલીસ સ્ટાફના માણસોએ ગતમોડી રાત્રે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે/૧૫/વાયવાય/૬૨૯૩ ને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.





દારૂના મુદ્દામાલ સાથે (૧) શૈલેષભાઈ મંગુભાઈ ગામીત રહે,વાંદરદેવી-વ્યારા (૨) વિમલભાઈ સન્મુખભાઈ ચૌધરી રહે,ભાટીફળિયુ બોરખડીગામ-વ્યારા નાઓની અટકાયત કરવામાં આવી તેમજ મુદ્દામાલ પૂરો પાડનાર (૧) ચેતનભાઇ શંકરભાઈ પટેલ (રહે.ભીમપોર,નાનીદમણ) અને મંગાવનાર (2) કિરણભાઈ મણીલાલભાઈ ચૌધરી (રહે,ભાટી ફળિયુ,બોરખડી,તા.વ્યારા) એમ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે દારૂ,ટ્રક મળી કુલ રૂપિયા રૂ.૭,૫૦,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ  અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને આગળની તપાસ એચ.જી.રબારી,સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર,વ્યારા સર્કલ નાઓને સોંપવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application