Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલ.સી.બી. ટીમની કાર્યવાહી : દારૂનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

  • July 26, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા અને સોનગઢ પોલીસ સ્ટેશનનાં દારૂનાં ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી મયંક ગામીતને તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ બિશ્નોઈ તથા અનિરુદ્ધ સિંહ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાનાં ચોરવાડ ગામનાં ચાર રસ્તા પાસેથી મયંક શિવાજીભાઈ ગામીત (રહે.નાની ચીખલી ગામ, મોટું ફળિયું, વ્યારા) નાંને ઝડપી પાડી તેની પૂછપરચ કરતા સોનગઢ અને વ્યારા પોલીસ સ્ટેશમાં નોંધાયેલ દારૂનાં ગુનામાં પોતે સંડવાયેલો અને નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી. હાલ તાપી એલ.સી.બી.ની ટીમે આ પકડાયેલા આરોપીને વધુ તપાસ અર્થે સોનગઢ અને વ્યારા પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application