Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા

  • December 29, 2021 

હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સરકારી વકીલે વિવિધ સજાના દ્રષ્ટાંત રજૂ કર્યા હતા. આરોપી સુજીતે અશ્લીલ ફિલ્મ જોઈ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી અન્ય માસૂમ સાથે પણ દુષ્કર્મની કોશિશ કરી. આરોપીએ માસૂમને ઇંટ મારી હત્યા કરી. માસૂમની ડેડબોડી ઘસડી લઈ જઈ રૂમમાં સંતાડી. સરકારી વકીલે દલીલમાં જણાવ્યું દુષ્કર્મનો ભોગ બનનાર માસૂમના દાદા આર્મીમેન છે. આર્મીમેન દેશની સેવા કરે છે. ત્યાં આરોપીએ આર્મીમેનની પૌત્રીની રક્ષા ન કરી દુષ્કર્મ આચર્યું.


સરકારી વકીલે ફાંસીની માંગ કરી. આરોપી દયાને લાયક નથી. જો આરોપીને જેલ થાય તો જેલમાં અન્ય કેદીઓની પણ રક્ષા નો વિચાર કરવો જોઈએ. આરોપીએ માસૂમનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. મોત ને ભેટેલ માસુમ આર્મીમેનની પૌત્રી છે. ભવિષ્યમાં માસૂમે દેશ સેવા પણ કરી હોત. માસૂમના પરિવારને યોગ્ય વળતર મળે તેવી સરકારી વકીલે માંગ કરી.


આરોપી સુજીત સાકેત(ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા છે.આરોપી સુજીત સાકેતને સુરત કોર્ટે કસૂરવાર ઠેરવતા હવે સરકારી અને બચાવપક્ષ વકીલ ની દલીલો શરૂ થઈ હતી. બચાવપક્ષે આરોપીને ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. સરકારી વકિલની દલીલ બપોર બાદ થશે. ફાંસીની સજાની માંગ સરકારી વકીલ કરી હતી.


અગાઉ, પાંડેસરા પ્રેમનગર 10 વર્ષીય માસૂમ દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આરોપી દિનેશ બૈસાનેને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીને સુરત કોર્ટે સજા સંભળાવી હતી. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. બાળકીને વડાપાઉંની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.અગાઉ, સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરી હતી. દિવાળીની રાત્રે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.


સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે,ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application