Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં પેટ્રોલ પંપ લૂંટ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ ૫ દિવસના પોલીસ રિમાન્ડ પર

  • August 22, 2021 

વ્યારાના માયપુર ગામે આવેલ એસ્સારના પેટ્રોલપંપ પર બાઇક સવાર બે લૂંટારાએ લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. રેઇનકોટ પહેરી કાળા પ્લસર બાઇક પર આવેલા બે લૂંટારુઓએ બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે દિલધડક લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી જોકે આરોપીઓને ગણતરીના કલાકોમાં સાપુતારામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

 


બંને લૂંટારાઓએ પંપના કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોન,પર્સ તેમજ ટેબલના લોકર માંથી રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૦,૪૦૦/- (એક લાખ ચારસો રૂપિયા)ની લૂંટી ચલાવી પ્લસર બાઇક પર પલાયન થઈ ગયા હતા. શનિવારે આશરે સવારે નવ વાગ્યાના અરસામાં લૂંટ થઈ હતી. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી,જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.જોકે બંને  આરોપીઓ રાજ્યના બહાર પલાયન થાય તે પહેલાં સાપુતારામાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

 

 

 

 


લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓ

વ્યારાના માયપુર પાસે પેટ્રોલ પમ્પ લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપીઓ (૧) નવપ્રિતસિંગ તરસેમસિંગ ચીના ઉર્ફે મનદીપસિંગ સુરજીતસિંગ જાટ (૨) મોહિત ઉર્ફે મણી વિજયભાઈ શર્મા બંને રહે,અમૃતસર-પંજાબ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application