Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પોલીસ મથકે નોંધાયેલ ચોરીની મોટરસાઈકલ સાથે આરોપી ઝડપાયો

  • January 09, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની મોટરસાઈકલ સાથે ફરતા આરોપીને ઉકાઈ રોડ ઉપર કેસરીનંદન સોસાયટી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ માણસો તારીખ ૦૭/૦૧/૨૦૨૫ નારોજ ઉકાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમ્યાન ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ હતી કે, ‘એક ઇસમ નંબર વગરની ચોરીની સ્પેલેન્ડર મોટરસાયકલ લઇ ઉકાઇથી સોનગઢ તરફ જનાર છે’. જે બાતમીના આધારે ઉકાઈ રોડ ઉપર કેસરીનંદન સોસાયટી પાસે આવી બાતમી હકિકતવાળા ઇસમની વોચમાં હતા. તે દરમ્યાન ઉકાઇ તરફથી હકીકતવાળો ઇસમ નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા કંપનીની મોટરસાઈકલ ઉપર આવતા આયોજન પુર્વક ઇસમને બાઇક સાથે કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસે મોટરસાયકલના દસ્તાવેજો બાબતે પુછપરછ કરતા તેની પાસે તેના કોઇ કાગળો/દસ્તાવેજો નહિ હોવાનું જણાવ્યું હતું.

આમ, આરોપી રાકેશભાઇ રામુભાઇ વસાવા (ઉ.વ.૪૧., રહે.સરૈયા ગામ, નિશાળ ફળીયુ, વ્યારા., મુળ રહે.સેલંબા ગામ, ટોકીઝ ફળીયુ, સાગબારા, જિ.નર્મદા)નાને મોટરસાઈકલ અંગે યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા તે ભાંગી પડતા અને આ મોટરસાઈકલ રમણલાલ ઉર્ફે સોનુ તુલસીદાસ વસાવા (રહે.કાકરપાડા, નિશાળ ફળીયુ, સાગબારા, જિ.નર્મદા)નાનો મારા કહેવાથી પાથરડા ઉકાઇ ખાતેની મોટરસાયકલ ચોરી લાવેલ અને મને આપી ગયેલ હતો. ત્યારથી આ મોટરસાયકલ હું લઇ ફરુ છું તેમ જણાવ્યું હતું. આમ, પોલીસે હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application