Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-કુમકુવા ગામના માર્ગ પર અકસ્માત, બાઈક ચાલકનું મોત

  • February 13, 2021 

સોનગઢના કુમકુવા ગામના રોડ પર એક બાઈક ગરનાળાના પુલિયા સાથે અથડાતા ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના પટેલ ફળીયામાં રહેતા 53 વર્ષીય ભીમજીભાઈ ભીલીયાભાઈ ગામીત તા.11મી ફેબ્રુઆરી નારોજ પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/26/એચ/1281 લઈ પોતાના પિતાજી ભીલીયાભાઈ ગામીત ને ઘરે ઉતારી ગયા હતા અને પોતાના કામ અર્થે સોનગઢ આવેલ અને સોનગઢ થી પરત ઘરે જતી વખતે તેઓની મોટર સાયકલ સોનારપાડા ગામની સીમમાં કુમકુવા રોડ ઉપર આવેલ ગોગામહારાજના મંદિર સામે આવેલ ગરનાળાના પુલિયા સાથે બાઈક અથડાવાથી ભીમજીભાઈ ગામીત ગરનાળાની સામેની સાઈડે ફેંકાઈ ઉંધા પડેલ જેના કારણે તેઓને માથામાં પાછળના ભાગે જમણી બાજુ તેમજ શરીરે ઈજા થવાના કારણે મોત નીપજ્યું હતું,

 

 

 

બનાવ અંગે રાજેશભાઈ ભીમજીભાઈ ગામીતની ફરિયાદના આધારે તા.12મી ફેબ્રુઆરી નારોજ સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application