ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા ધોરીમાર્ગ પર માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઇસર ટેમ્પો જે સાપુતારા ધોરીમાર્ગનાં જામલાપાડા નજીક કાજુ પ્રક્રિયા કેન્દ્ર પાસેના વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઊભેલા આઇસર ટેમ્પો સાથે પાછળના ભાગે ભટકાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક સહિત માલસામાનના જથ્થાને જંગી નુકસાન થયું હતું. જયારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા પહોંચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવ અંગે વઘઈ પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application