ઉચ્છલના પાંખરી ગામ પાસે કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિને ગંભીર ઈજા થતા એક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 પરના સોનગઢથી નવાપુર હાઈવેના રોડ વચ્ચેના કટ પાસે એક ટાટા ઈન્ડિગા વિસ્ટા કાર નંબર એમએચ/04/ઈડી/6203 ના ચાલકે પુર ઝડપે કાર હંકારી લાવી રાજુભાઈ મુથ્થુસ્વામી નાયર રહે, ભૂરીવેલ ગામ,ભરવાડ ફળિયું-સોનગઢ નાઓની હોન્ડા નંબર જીજે/26/બી/8800 ને અડફેટે લઈ ટક્કર મારી હતી, જેમાં રાજુભાઈ નાયરને ગંભીર ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉચ્છલ પોલીસે આ ઘટના અંગે રવીભાઈ મુથ્થુસ્વામી નાયરની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationજોળવા ગામમાંથી જુગાર રમતા આઠ જુગારી પકડાયા
April 15, 2025