Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના બાબેનમાં અકસ્માત : કાર ચાલકે મોપેડ સવાર ૨ લોકોને ઉડાવ્યા

  • June 23, 2024 

બારડોલીના બાબેન ખાતે તા.૨૧મી જુન નારોજ સાંજે એક પીધ્ધડ કારના ચાલકે મોપેડ પર સવાર બે યુવાનોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. કારના ચાલકે દારૂના નશાની હાલતમાં કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી સામે તરફથી આવતા બે મોપેડ સવાર યુવાનોને ઉડાવતા ભારે હોહાપો મચી જવા પામ્યો હતો. કારમાંથી પ્રેસનું પાટીયું અને દારૂની બોટલ સહિતનો એક વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. નવાઈ ની વાત તો એ છે કે પીધ્ધડ કાર ચાલક યુવાન ભૂતકાળમાં વાંસદા પોલીસ મથકમાં ડુપ્લીકેટ ચલણી નોટના ગુનામાં જેલની હવા પણ ખાઈ આવ્યો છે. હાલ અકસ્માતનો ભોગ બનેલા નિર્દોષ યુવાનો પૈકી એક યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે પીધ્ધડ કાર ચાલક વિરૂઘ્ધ ગુનો દાખલ કરી તેની અટક કરી છે.


સુરત જિલ્લાના બારડોલીમાં બાબેનના અંબાજી નગર,માંહ્યાવંશી મહોલ્લા ખાતે રહેતા ચિરાગ પ્રવીણ પરમાર ( ઉ.વ.૨૩ ) તેઓના કાકા મહેન્દ્ર મગન પરમાર ( ઉ.વ.૪૭ ) નાઓ સાથે એક્ટિવા મોપેડ ગાડી નંબર GJ - 19 - BK - 5257 ઉપર સવાર થઈ બારડોલી ખાતે કામ અર્થે નીકળ્યા હતા. તા.૨૧મી જુન નારોજ મોડીસાંજે કામ પૂર્ણ કરી તેઓ પરત બાબેન પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. દરમિયાન બાબેનના પુષ્કર પાર્ક સોસાયટી નજીક સામેથી આવતી એક ટાટા નેકશોન કાર નંબર GJ - 19 - BJ - 3259 ના ચાલકે નશાની હાલતમાં પુરપાટ ઝડપે રોંગ સાઈડ હંકારી લાવી મોપેડ સવાર બંને યુવાનોને અડફેટે લીધા હતા. ધડાકાભેર થયેલ અકસ્માતમાં ભારે હોહાપા વચ્ચે લોક ટોળું એકત્ર થયું હતું. અકસ્માતમાં બંને મોપેડ સવાર યુવાનો પૈકી મહેન્દ્ર પરમારને માથા , પાસડી , જમણા હાથના અંગુઠા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હાજર સ્થાનિકોએ ૧૦૮ ની મદદ થી ઇજાગ્રસ્ત મહેન્દ્ર ભાઈને બાબેન ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. તો બીજી તરફ કાર ચાલક યુવાન શ્રવણ ખીમજી પટેલ ( ઉ.વ.૨૭ ) રહે : ૨૦૩ , દેવ નારાયણ કોમ્પલેક્ષ,ધામડોદ રોડ,બારડોલી દારૂના નશાની હાલતમાં જોવા મળતા એકત્ર થયેલા ટોળાએ તેને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. જે કારથી અકસ્માત સર્જાયું છે. તે કારમાં પ્રેસ લખેલ પાટીયું અને વિદેશીદારૂની બોટલ સાથેનો એક વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. હાલ પોલીસે પીધ્ધડ કાર ચાલક શ્રવણ પટેલની અટક કરી તેના વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પીધ્ધડ કાર ચાલક ડુપ્લીકેટ ચલણી નોટનો આરોપી.


૨૦૨૩ ના સપ્ટેમ્બર મહિનામાં નવસારી જિલ્લાના વાંસદા પોલીસ મથકે ડુપ્લીકેટ ચલણી નોટોનો એક ગુનો દાખલ થવા પામ્યો હતો. પોલીસે ભીનાર ત્રણ રસ્તા ખાતેથી બે કાર અટકાવી અને કુલ પાંચ આરોપીઓની અટક કરી હતી. પકડાયેલ પાંચેય આરોપી પાસેથી ભારતીય દરની બનાવટી ચલણી નોટો નંગ ૨૯૯૪ જેની કિંમત રૂ. ૧૪,૯૭,૦૦૦/- તથા ૬ અસલ નોટો મળી ૧૫ લાખની ચલણી નોટો કબ્જે કરી હતી. નવાઈની વાતતો એ છે કે પકડાયેલ પાંચેય આરોપી પૈકી એક આરોપી અકસ્માત સર્જનાર પીધ્ધડ શ્રવણ પટેલ હતો. જેની પોલીસે અટકાયત પણ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application