Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોડ ઉપર પડેલા ખાડાના કારણે અકસ્માત : બાઈક પાછળ બેસેલ વૃધ્ધા નીચે પટકાતા મોત

  • November 30, 2021 

ડોલવણના ઘાંગઘર ગામના રોડ ઉપર પડેલ ખાડાના કારણે બાઈક પાછળ બેસેલ મહિલાનું બાઈક પરથી ઉછળી નીચે પટકાવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ ડોલવણના ઘાંગઘર ગામના કસાડ ફળીયામાં રહેતો હિતેશભાઈ રામુભાઈ કોકણી તા.28મી નવેમ્બર નારોજ બાઈક નંબર જીજે/26/જે/5228 ની પાછળ દાદી રડકીબેનને પણ બેસાડી દુકાને ઘરનો સામાન લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઘાંગઘર ગામ કસાડ ફળીયાની સીમમાં આવેલ કોઝ-વે રોડ ઉપર ખાડામાં બાઈક પડી ઉછળતાં પાછળ બેસેલ રડકીબેન બાઈક પરથી નીચે પટકાતા તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને 108ની મદદથી ડોલવણ ખાતે સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે લઈ આવતા ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક મહિલાનો પુત્ર રામુભાઇખાલપાભાઇ કોંકણીની ફરિયાદના આધારે બાઈક ચાલક હિતેશભાઇ રામુભાઇ કોંકણી સામે ડોલવણ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application