ગાંધીનગર જીલ્લાનાં ગિયોડ અને દહેગામનાં હાલીસા ખાતે રહેતા અને ગાંધીનગરની કોલેજમાં અભ્યાસ કરતાં બે યુવકો બાઈક લઈને ઘરે જઈ રહયા હતા. તે સમયે ધણપ પાટીયા નજીક કારે ટક્કર મારતાં ગંભીર ઈજાઓના કારણે એક યુવાનનું સ્થળ ઉપર તો બીજા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી નહીતિ મુજબ, ઈન્દિરા-નગર ગિયોડ ખાતે રહેતા રમેશભાઈ હરજીભાઈ દંતાણીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમનો ભત્રીજો રાહુલ ગાંધીનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના મીત્ર ધવલ જયંતિભાઈ દંતાણી (રહે.હાલિસા) સાથે બાઈક નંબર જીજે/18/ડીકે/5232 લઈને ગાંધીનગર કોલેજ ગયા હતા. જયાંથી બન્ને મિત્રો ઘરે પરત ફરી રહયા હતા.
તે સમય દરમિયાન ધણપ પાટીયા પાસે ગીયોડ ગામ તરફ આવતા હતા તે વખતે કાર નંબર એમએચ/02/એકયુ/9323નાં ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બન્ને મિત્રો રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માત બાદ બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં શરીરે ગંભીર ઈજાના કારણે રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું તો ધવલને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જયાં ટૂંકી સારવાર દરમિયાન ધવલનું પણ મોત નીપજયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500