નિઝર તાલુકામા આવેલ કોટલી ગામમા ખ્રિસ્તી ધર્મના પાસ્ટર સાથે આશરે 30 જેટલાં લોકો ગામમાં રહેતા એક પરિવારના ઘરે આવ્યા હતા, જે અંગે ગામજનો અને આજુબાજુ વિસ્તારના લોકોઓને જાણ થતા ગ્રામજનો સહીત અનેક લોકોઓ ગામમાં ભેગા થઇ ગયા અને ખ્રિસ્તી ધર્મના લોકોનો વિરોધ કર્યો હતો. આ કોટલી ગામમાં આવેલ ખ્રિસ્તી ધર્મના લોકોનું વિરોધ કરવામા આવ્યો હોવા અંગેના વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
મળતી માહિતી મુજબ કોટલી ગામમાં રહેતા કિશન ભાઈ બાબુભાઈ પાડવીના ઘરે સોનગઢ તાલુકાના ખ્રિસ્તી ધર્મના પાસ્ટર બેંજામીનભાઈ ચૌધરી, નિઝરના રૂમકીતલાવના પાસ્ટર સમુવેલભાઈ તથા સાગબારા તાલુકાના પાલસવાડાથી સુરેશભાઈ તેમજ મહારાષ્ટ્રના ખાપરથી કાથુંભાઈ વળવી સહીત આશરે બીજા 30 જેટલાં લોકો આવ્યા હતા.
કોટલી ગામમાં અલગ અલગ ગામથી આવેલા ખ્રિસ્તી ધર્મના લોકો આવ્યા હોવા અંગે ગામજનો અને આજુબાજુ વિસ્તારના લોકોને જાણ થતા આજુબાજુના લોકો તેમજ ગામજનોએ ખ્રિસ્તી ધર્મના લોકોનો વિરોધ કર્યો હતો અને ફરી ગામમાં ન આવા અંગે પણ જણાવ્યું હતું. કોટલી ગામમાં એક પરિવારના ઘરે આવેલ ખ્રિસ્તી ધર્મના લોકો પર ગામજનો અને આજુબાજુ વિસ્તારમાંથી આવેલા અનેક લોકોમાં શંકાઓ થઇ હતી. કે કોટલી ગામમાં ખ્રિસ્તી ધર્મના લોકો આવ્યા હોવાથી કોટલી ગામના લોકોને ધર્મ પરિવર્તન કરાવવા માટે આવ્યા છે. જેથી ગામજનો અને આજુબાજુના લોકોએ ખ્રિસ્તી ધર્મના લોકોનું વિરોધ કર્યો હતો, જે અંગે સોશિયલ મીડિયામા વિડિઓ પણ વાયરલ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500