અમદાવાદમાં 1 લાખ જેટલા કરદાતાઓએ પાસે ખૂલાસો માંગ્યો છે. અમદાવાદ ઉપરાંત અન્ય કરદાતાઓને પણ ગુજરાતમાં આઈટી વિભાગે નોટીસ આપી છે. સૂત્રો પાસેથી આ પ્રકારની વિગત મળી રહી છે. તેમાં પણ પગારદાર કરદાતાએ ઈપીએફનું વ્યાજ, હાઉસીંગ લોનનું વ્યાજ, મકાન ભાડાની કપાત, મ્યુચ્યુઅલ ફંડ, શિક્ષણ ફીમાં કરેલા રોકાણ માટે કરેલા કરકપાતના દાવાનો ખુલાસો કરવા મામલે નોટીસ આપવામાં આવી છે.
આ ઉપરાંત દસ્તાવેજ સબમીટ કરવા ઓનલાઈન નોટીસ આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરદાતાઓ ઈન્કમટેક્સે માંગેલા જરુરી દસ્તાવેજો પૂરા ના કરી શકે તો વધુ ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે.3 લાખ કરદાતાઓ પાસે કર કપાત મામલે લીધેલી છૂટ મુદ્દે આ નોટીસ આપવામાં આવી છે. ખાસ કરીને રાજ્યમાં 3 લાખ કરદાતાઓનો સમાવેશ થાય છે પરંતુ તેમાં પણ 1 લાખ કરદાતાઓ અમદાવાદના છે.
આઈટી વિભાવે વિવિધ મામલે આ પ્રકારે નોટીસ ફટકારી છે. જેમાં કરદાતા જો દસ દિવસમની અંદર જો દસ્તાવેજ રજૂ ના કરી શકે તો તેમના કરકપાતના દાવાઓને નકારવાની ટેક્સની ડિમાન્ડ કાઢવામાં આવશે. ન્કમટેક્સે માંગેલા જરુરી દસ્તાવેજો પૂરા ના 30 ટકા લેખે ટેક્સ ભરવો પડી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500