એક ત્રાહિત વ્યક્તિ એ અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે, એક વૃધ્ધા કેટલાક દિવસ થી નવસારી ફૂટપાથ મા પડ્યા છે તેઓ ને મદદ પહોંચાડવા અપીલ કરતા અભયમ ટીમ નવસારી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને વૃદ્ધા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેઓ બીમાર અને થાકી ગયેલ હોય તેમ લાગતું હતું અને લકવો થઈ ગયો હોય તેમ શરીર ધ્રુજતા હતું .
તેઓ ની પાસે ની થેલી મા તપાસ કરતા વ્યારા નો એક મોબાઈલ નંબર મળતા તે નંબર તેમના દીકરા નો હતો જેથી તેઓ ને આ બાબત ની જાણ કરી હતી પરંતુ તેઓ વ્યારા થી નવસારી આવવા માટે આનાકાની કરતા હતા જેથી નવસારી ટીમે વૃદ્ધા ને લઈ વ્યારા અભયમ ટીમ ને સોંપતા વ્યારા ટીમએ તેમના ઘરે લઈ ગયા હતા જ્યાં તેઓ ના દીકરા એ જણાવેલ કે, પિતા ના મૃત્યુ બાદ મારી માતા કડિયા કામ ની મજૂરી કરતા અને સમય મળે આવતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી ઘરે આવ્યા ના હતા,
અભયમ ટીમે પુત્ર ને જણાવેલ વૃધ્વસ્થા ને અને કાયમી મજૂરી કરવાને કારણે તેઓ અશક્ત થઈ ગયેલ છે જેથી તેઓ ને તમારી પાસે રાખી કાળજી લેશો.આમ લકવાગ્રસ્ત વૃદ્ધા ને નવસારી થી વ્યારા પરિવાર પાસે પહોંચાડતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ તાપીએ પ્રશંસનીય કામગીરી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500