દિલ્હી વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન વિપક્ષી દળ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા. સત્રના બીજા દિવસે જ આપના 21 ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તેમના પરિસરમાં પણ આવવા પર રોક લગાવી દેવાઈ છે. આને લઈને નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર નિશાન સાધ્યું છે. આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે, આપ ધારાસભ્યોએ 'જય ભીમ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેથી તેમને સત્રથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, 'ભાજપ વાળાએ સરકારમાં આવતાં જ તાનાશાહીની હદો પાર કરી દીધી. 'જય ભીમ'ના સૂત્રોચ્ચાર કરવા બદલ ત્રણ દિવસ માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહથી સસ્પેન્ડ કર્યા અને આજે આપ ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં ઘૂસવા પણ દેવામાં આવી રહ્યા નથી.
આવું દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય થયું નથી કે પસંદ કરાયેલા ધારાસભ્યોને વિધાનસભા પરિસરની અંદર ઘૂસવા દેવામાં આવી રહ્યા નથી.’ ગૃહ પરિસરમાં જવાની પરમિશન ન મળવા પર આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ ધારાસભ્ય સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાથી મુલાકાત કરી શકે છે. સત્રના બીજા દિવસે જ્યારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાનું અભિભાષણ જારી હતું, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. આ કારણે સ્પીકરે ત્યાં હજાર તમામ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આની સમય મર્યાદા 28 ફેબ્રુઆરી સુધી છે. જોકે, અમાનતુલ્લાહ ખાન તે દરમિયાન ત્યાં હાજર નહોતા, તેથી તેમના વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી થઈ નહીં. દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી અને દારૂ નીતિ પર ચર્ચા ચાલુ રહેશે.
દિલ્હી વિધાનસભાનું સત્ર આજે સવારે 11.00 વાગે શરુ થશે. ગૃહમાં વિશેષ ઉલ્લેખ (નિયમ-280) હેઠળ સભ્ય અમુક મહત્ત્વના મુદ્દા ઉઠાવી શકે છે. તે બાદ ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ડેપ્યુટી સ્પીકર માટે મોહન સિંહ બિષ્ટના નામનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું સમર્થન મંત્રી મનજિંદર સિંહ સિરસા કરશે. અનિલ કુમાર શર્મા પણ આ પ્રસ્તાવ મૂકશે, જેનું સમર્થન ગજેન્દ્ર સિંહ યાદવ કરશે. આ સિવાય દિલ્હીમાં દારૂ નીતિને લઈને બનેલી CAGના રિપોર્ટ પર ચર્ચા ચાલુ રહેશે. આ રિપોર્ટ 25 ફેબ્રુઆરીએ ગૃહમાં મૂકવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના 22માંથી 21 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી ચૂકાયા છે તેથી ગૃહમાં હોબાળાના અણસાર ઓછા છે. જોકે, બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું પ્રદર્શન ચાલુ રહી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500