લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સરખેજ વિસ્તારમાં ટ્રેપ ગોઠવીને રૂપિયા 25 હજારની લાંચ લેતા એલિસ બ્રીજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.ને ઝડપી લીધા હતા. ધંધાકીય બાબતને લઇને બે ભાગીદારો વચ્ચે નાણાંકીય બાબતે થયેલી અરજીની તપાસમાં સમાધાન કરાવવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે એ.સી.બી.એ તપાસ શરૂ કરી છે. શહેરના આંબાવાડીમાં વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને તેના ભાગીદાર સાથે નાણાંકીય બાબતને લઇને તકરાર ચાલતી હતી.
જે અંગે એલિસ બ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહિપતસિંહ બારડને સોંપાઇ હતી. જેમાં બંને પક્ષે સમાધાન કરાવીને ચેક અપાવવાનું નક્કી કર્યું હતું. સાથેસાથે કુલ રકમના 20 ટકાની માંગણી મહિપતસિંહે કરી હતી. જોકે રકઝકના અંતે 25 હજારની રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવામાં ઇચ્છતા નહોતા. જેથી આ અંગે તેમણે એ.સી.બી.નાં ફરિયાદ કરી હતી. જેના આધારે એ.સી.બી.એ સરખેજ ઉજાલા સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂપિયા 25 હજારની લાંચ લેતા એ.એસ.આઇ. મહિપતસિંહને ઝડપી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application