વંથલી કેશોદ હાઇવે પર બપોર બાદ ઓઝત નદીના પુલ પાસે સામસામે જતી બે કાર અથડાઈ હતી જેમાં બંને કારમાં સવાર કુલ સાત વ્યક્તિને ઈજા થઈ હતી જેમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા અને હાલ બીમારીના કારણે રજા પર રહેલા એએસઆઇ પંકજભાઈ હીરાલાલ દીક્ષિત ઉંમર વર્ષ 54 નું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તને જુનાગઢ ખસેડાયા હતા ઓઝત નદીના એક તરફના પુલનું કામ લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે જેના લીધે રસ્તો વન વે છે ફોર ટ્રેક હાઇવે પર વાહન સ્પીડમાં આવતા હોય છે અચાનક એકમાર્ગીય રસ્તો આવી જતા અવારનવાર અકસ્માત થાય છે થોડા દિવસો પહેલા પણ આ સ્થળે અકસ્માત થયો હતો.
પરંતુ ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી હાઈવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે પરંતુ કેશોદથી વંથલી વચ્ચે જ બેથી ત્રણ સ્થળે ડાઈવર્ઝન આવે છે જેના કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ રહે છે આજે એકમાર્ગીય રોડ પર બે કાર અથડાતા રસ્તો બ્લોક થઈ ગયો હતો અને એક બાજુ વાહનોનો કતાર લાગી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો વંથલી પોલીસે આવી ટ્રાફિક પૂર્વવ્રત કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application