એસીબીના અધિકારીઓ દ્વારા વેજલપુરમાં આવેલી રજીસ્ટ્રાર કચેરીમાં ટ્રેપ ગોઠવીને સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાને રૂપિયા ૧.૫૦ લાખની લાંચ કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા.આ દરમિયાન સબ રજીસ્ટ્રારની પત્નીએ તેમના ઘરે રહેલી રોકડ અને દારૂની બોટલોને એસીબીના સર્ચ ઓપરેશન પહેલા રફેદફે કરવા માટે તેના પિતરાઇભાઇને બોલાવ્યો હતો પણ એસીબીના અધિકારીઓની સતર્કતાથી સોસાયટીની બહાર શંકાસ્પદ રીતે બહાર જતી કારની તપાસ કરવામાં આવતા ૫૮.૨૮ લાખની રોકડ અને વિદેશી દારૂની ૧૨ બોટલો મળી આવી હતી.એસીબીએ દારૂની બોટલ મળી આવ્યાના મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે રોકડ જપ્ત કરીને તુલસીદાસ મારકણાની તપાસ શરૂ કરી છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ શનિવારે સાંજે વેજલપુર સ્થિત રજીસ્ટ્રાર ઓફિસમાં દરોડો પાડીને સબ રજીસ્ટ્રાર તુલસીદાસ માકરણાને ૩૦ મકાનોના દસ્તાવેજ કરાવી આપવાના બદલામાં રૂપિયા ૧.૫૦ લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.એસીબીની ટ્રેપના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચે અને કોઇ પુરાવાનો નાશ કરવામાં આવે તે પહેલા એસીબીના અધિકારીઓની એક ટીમને તુલસીદાસના જીવરાજપાર્કમાં આવેલી રામતીર્થ સોસાયટીમાં આવેલા તેમના ઘરે તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી. આ સમયે એક લાલ રંગની કાર સોસાયટીના ગેટની બહાર શંકાસ્પદ રીતે નીકળી હતી અને કારનો ચાલક પોલીસને જોઇને ડરી ગયો હોય તેમ જણાયું હતું.જેથી શંકાને આધારે પોલીસે પુછપરછ કરતા કારચાલકનું નામ નિખિલ જંયતિલાલ પટેલ (રહે.યોગેશ્વરનગર સોસાયટી, ભઠ્ઠા , પાલડી) હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસતા કારમાંથી બે બેગ મળી આવી હતી. જે તપાસ કરતા એક બેગમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી અને અન્ય એક બેગમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો મળી આવી હતી.
જેથી તેની આકરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રામતીર્થ સોસાયટીમાં રહેતી તેની માસીની દીકરી બહેન રૂપલ તેની બહેન થાય છે અને તે તુલસીદાસની પત્ની છે.તેણે ફોન કરીને કહ્યું હતું રજીસ્ટ્રાર ઓફિસમાં એસીબીનો દરોડો પડયો છે.જેથી તાત્કાલિક ઘરે આવીને રોકડ અને દારૂની બોટલ લઇ જા. જે બાદ નિખિલ કાર લઇને રોકડ-દારૂ લઇને જતો હતો.આ અંગે તપાસ કરતા કુલ રોકડ ૫૮.૨૮ લાખ જેટલી હતી.જે એસીબીએ જપ્ત કરી હતી.જ્યારે દારૂ મળી આવવાના મામલે વાસણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રૂપિયા ૧૧ હજારની કિંમતની દારૂની બોટલો અને ચાર લાખની કિંમતની કાર જપ્ત કરીને નિખિલ પટેલની ધરપકડ કરી છે
પાલડી ભઠ્ઠામાં આવેલા યોગેશ્વરનગરમાં રહેતા નિખિલ પટેલ સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેના બનેવીને કારણે તે પણ મુશ્કેલીમાં મુકાઇ જશે.તેની પિતરાઇ બહેને રોકડ અને દારૂ લઇ જવા માટે કહ્યું હતું. જેથી પહેલા તે ખચકાયો હતો પણ તેની બહેને કહ્યું હતું કે હજુ એસીબીની ટીમ ઓફિસમાં છે. જેથી ફટાફટ આવીને બે બેગ લઇ જા.જોકે બેગ લીધા બાદ કારને રિવર્સ કરીને મુખ્ય રસ્તા પર જતા થોડી સેકન્ડ વધારે લાગી અને બહાર જતા તે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.
એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે.સબ રજીસ્ટ્રાર તુલસીદાસના પત્ની રૂપલને પણ સહ આરોપી તરીકે લેવામાં આવશે. તે તેના પતિ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ્રાચાર અંગે જાણતા હતા અને તેમણે જ ૫૮ લાખ રોકડ અને વિદેશી દારૂની બાટલોના મહત્વના પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કર્યો હતો.જે અગે એસીબી તેમની પણ પુછપરછ કરશે.
એસીબીએ પ્રાથમિક તપાસ કરતા તુલસીદાસ મારકણાના ત્રણ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે.જે અંગે તપાસ કરવા માટે બેંકને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.જો કે મારકણાના કોઇ લોકર મળી આવ્યા નથી.પરંતુ, એસીબીના અધિકારીઓને આશંકા છે કે તેણે મિલકતોમાં અન્યના નામે મોટાપાયે રોકાણ કર્યાની પુરેપુરી શક્યતા છે.જે અંગે તપાસ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024