Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા પાસે ગાંજા સાથે યુવક ઝડપાયો

  • November 16, 2021 

અંકલેશ્વર પોલીસ સ્ટાફના માણસો ગડખોલ પાટિયા પાસે વાહન ચેકીંગમાં હતા. તે સમયે પોલીસે એક મોપેડની તપાસ હાથ ધરતા મોપેડમાં ગાંજાના 37 નંગ પાઉચ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે મોપેડ ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવ (રહે. પટેલનગર,અંકલેશ્વર) જણાવ્યું હતું.

 

 

 

 

 

આમ, પોલીસે 492 ગ્રામ ગાંજાના 37 પાઉચ અને મોપેડ મળી કુલ રૂપિયા 19 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે યુવકની વધુ પૂછપરછ હાથ ધરતા આ ગાંજો સુરતથી વેચાણ કરવા લાવ્યો હોવાનું કબુલ કર્યું હતું જેથી પોલીસે યુવક વિરુદ્દ્ધ પ્રાથમિક નાર્કોટીસ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application