Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : જમવા બાબતની સામાન્ય તકરારમાં યુવકની લાકડાનાં ફટકા મારી હત્યા કરી, પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી

  • June 13, 2024 

નવસારીના મરોલી ગામના હળપતિવાસમાં જમવા બાબતની સામાન્ય તકરારમાં એક યુવકની લાકડાના ફટકા મારી હત્યા કરવાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અજય વસંતભાઇ રાઠોડ (ઉ.વ.35.,રહે. હળપતિવાસ, મરોલીગામ, જલાલપોર, જિ.નવસારી)નાંઓ ગતરોજ પોતાના ફળિયામાં હતો તે વખતે ઘર નજીક રહેતા સુભાષ જીવરામ રાઠોડ (ઉ.વ.40)નાએ તેની સાથે જમવા બાબતે બોલાચાલી કરી હતી. આ ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સુભાષ રાઠોડે લાકડાનો ફટકો લાવી અજયભાઇને મોઢાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકતા ગંભીર ઈજા પામેલા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સંગીતાબેન રાઠોડે મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારો સુભાષ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application