નવસારીનાં માણેકપોર ખાતે રહેતાં પટેલ પરિવાર ગત તા.4 નવેમ્બરના રોજ બાઇક પર હાંસાપોર ગામે જતા હતા તે સમયે રસ્તામાં કુતરુ આવી જતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં પતિ અને પત્ની બંનેને ઈજા થઈ હતી. જેમાં પતિને ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત લઈ ગયા હતા અને જ્યાં સારવાર બાદ તેમનું મૃત્યું થયું હતુ.બનાવની વિગત એવી છે કે, જલાલપોરના માણેકપોર મોરા ફળિયામાં રહેતા પૂનમબેન જયેશભાઈ નાયકાએ જલાલપોર પોલીસમાં જાણ કરી હતી કે, તેઓ તેમના પતિ જયેશ અરવિંદભાઈ નાયકા સાથે ગત તા.4 નવેમ્બરના રોજ બાઇક ઉપર હાંસાપોર ગામે જતાં હતા અને રાત્રિના 10 વાગ્યાના સુમારે હાંસાપોર ગામના બસ સ્ટેન્ડ પાસે આકસ્મિત રીતે કુતરુ આવી જતાં તેને બચાવવા માટે બાઈક સ્લીપ થઇ ગઇ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા જયેશભાઈ નાયકાનું સારવાર માટે મંદિર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. ત્યારબાદ બે દિવસ પછી સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યાં 19 દિવસની સારવાર બાદ જયેશભાઈ નાયકાનું દુઃખદ અવસાન થયું હતુ. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application