હાલ સમગ્ર નર્મદા-ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોય નદી નાળા માં ભારે પાણી નો પ્રવાહ વહી રહ્યો છે ઉપરાંત કરજણ ડેમ માંથી પણ સમયાંતરે પાણી છોડાઈ રહ્યું હોય નદી નાળા માં જોખમ ન લેવા પણ તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હોવા છતા કામ ધંધે ગયેલા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાણી ઓળંગી રસ્તો પસાર કરતા જોવા મળે છે ત્યારે તા.16 ઓગસ્ટ ના રોજ રાત્રે અંકલેશ્વર કડીયા કામે જઈ પરત ઘરે ફરતા ગાલીબા નવી વસાહત તા-નેત્રંગ,જી-ભરૂચ,ના રહેવાસી રવિંદ્રભાઈ નરપતભાઈ વસાવા (ઉ.વ-૩૦)વધુ વરસાદના કારણે ગાલીબા ગામના કોતરમાં ઉંડા પાણીમાં રસ્તો પસાર કરતા પાણીમાં ડુબી જતા કરજણ નદી તરફ ખેચાઈ જતા પાણી પી જવાથી તેનું મોત થયુ હતું.આ બાબતે રાજપીપળા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application