Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના વીરપુર ગામનો યુવક દારૂની બોટલો સાથે પકડાયો, બાઈક સહિત 64 હજારનો મુદ્દામાલ જપ્ત

  • November 19, 2020 

સોનગઢના રાણીઆંબા ગામમાંથી દેશીદારૂ સુગંધી સંતરાની બાટલીઓ સાથે મોટર સાયકલ ચાલકને ઝડપી પાડી કુલ રૂપિયા 64,600/- નો મુદ્દામાલ કબજે કરી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢના રાણીઆંબા ગામના આમલી ફળિયામાં રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક હોન્ડા યુનીકોન મોટર સાયકલ નંબર જીજે/26/એસ/4702 નો ચાલક અભિષેકભાઈ ભરતભાઈ ચૌહાણ રહે, વીરપુર ગામ,ગામઠણ ફળિયું તા.વ્યારા નાંને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસને જોઈ જતા બાઈક પાછળ બેસેલ સમીરભાઈ છનાભાઈ ગામીત રહે,વીરપુર ગામ,ગામઠણ ફળિયું તા.વ્યારા નાનો નાશી છુટ્યો હતો.

 

આ બનાવમાં અભિષેક ચૌહાણ પાસેથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી ઈંગ્લીશદારૂ દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બોટલ નંગ 192 જેની કિંમત રૂપિયા 96,00/- તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5,000/- તથા બાઈકની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 64,600/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે,

 

પોલીસ તપાસમાં નવાપુર ખાતે આવેલ વાઈન શોપ પરથી અજાણ્યા ઇસમે દારૂનો જથ્થો  ભરી આપી આપ્યો હતો તેમજ વ્યારાના બાલપુર ગામની ચોકડી પાસે રહેતો નરેશભાઈ ગામીતે દારૂ મંગાવ્યો હોવાનો જાણવા મળ્યું હતું.બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સરજીતભાઈ બચુભાઈ ની ફરિયાદના આધારે અભિષેક ચૌહાણની અટક કરી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application