મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કેળકુઈ ગામે વળાંકમાં યુવકે બાઈક પર સ્ટેરીંગનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતાં ગંભીર ઈજાને કારણે યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કેળકુઈ ગામનાં ઝાંપી ફળિયામાં રહેતો વિકેતનભાઈ રણજીતભાઈ ચૌધરી નાંઓ રવિવારનાં રોજ સાંજનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/15/C/4505ને લઈ ગામનાં ઝાંપી ફળીયામાં સંજીવભાઈ વસાભાઈ ચૌધરીનાં ખેતરનાં વળાંક પાસેથી પસાર થતાં હતા. તે સમયે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ જતાં બાઈક રોડની જમણી સાઈડે ઝાડી ઝાંખરામાં ઉતારી દેતા વિકેતનભાઈને માથાનાં કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપટ જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં નાના ભાઈ નિકેતન રણજીતભાઈ ચૌધરી નાંએ વ્યારા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application