ઉચ્છલ તાલુકાનાં એક ગામ માંથી મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેમની એક મહિનાની દિકરી છે અને 5 વર્ષનો દિકરો છે. મહિલા બહેન થોડા મહિના પહેલાં તેમના પતિનાં વહેમ કરવાના કારણે તથા હાથ ઉપાડતા હોવાને કારણે પિયરમાં રહેવા જતા રહ્યા હતા. જોકે મહિલા બહેન પ્રેગનેન્ટ હતાં માટે તેઓ ત્રણ મહિના પહેલાં ફરી સાસરીમાં રહેવા આવ્યા તો પણ તેમનાં પતિના સુઘરતા મહિલા ના માતા પિતા તેમને પિયરમાં લઈ ગયાં અને મહિલાનું 5 વર્ષનું બાળક તેમના સાસરી પક્ષ પાસે જ હતું, મહિલા બહેન પિયર માંથી તેમના દિકરાને મળવા આવતા તો તેમના સાસુ-સસરા બાળકને સંભાળી દેતા હતાં.
થોડાં સમય પછી મહિલા બહેનની ડિલિવરી થઈ ત્યારે તેમણે તેમના પતિને જાણ કરી હોવા છતાં તેમના પતિ તેમને હોસ્પિટલમાં માં મળવા કે બાળકને જોવા પણ આવ્યા ન હતા. જોકે પંદર દિવસ પછી મહિલા બહેન તેમનું બાળક લઈને આવ્યા તો તેમને સાસરીમાં આવવા ના પાડી દીધી હતી. જોકે ફરી બીજી વાર મહિલા બહેન તેમના પિયર પક્ષ જોડે તેમનાં પાંચ વર્ષનાં બાળકને લેવા આવ્યા તો તેમના સાસરી પક્ષે બાળકને સંતાળી દઈ મહિલા બહેન જોડે તથા તેમના માતા-પિતા જોડે ઝઘડો કરવા લાગ્યા અને બંને પક્ષ સામે-સામે હાથ ઉપાડવા ઉભા થઈ ગયા હતા માટે મહિલા બહેન દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરવા માં આવ્યો હતો.
તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જઈ બંને પક્ષનું કાઉન્સેલીગ કર્યું હતું અને કાયદાકીય માહિતી પણ આપી હતી. મહિલા બહેન જણાવતાં હતાં કે તેમને સમાધાન કરી તેમના બંને બાળકો જોડે સાસરીમાં રહેવા માંગતા હોવાથી ટીમ દ્વારા મહિલા બહેનના સાસુ-સસરા અને પતિને સમજાવ્યા મહિલા બહેનને તેમના બાળકોથી અલગ ના રાખી શકાય તેમ સમજણ આપી કાયદાનું ભાન કરાવેલ, તથા આગળની બધી વાતો ભૂલી નવી શરૂઆત કરી રહેવા જણાવેલ તેમના બાળકોનું વિચારવા જણાવેલ, મહિલા બહેનના પતિ તથા સસરા સમજવા માંગતા તથા મહિલા બહેન પર હવે પછી વહેમ નહીં કરે તથા બંને બાળકોનું ધ્યાન રાખી જોડે રહેવા જણાવતાં તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500