Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના હાથી ફળીયામાંથી દારૂની ૪૭ બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ

  • September 11, 2021 

સોનગઢના હાથી ફળીયામાંથી સુગંધી સંતરા દારૂની બાટલીઓ સાથે એક મહિલાને સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ સુચનાને આધારે શુક્રવારે  પ્રોહી ડ્રાઈવનું આયોજન કર્યું હોય તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના હાથી ફળીયામાં એક ઘરમાં રેડ કરતા ઘરમાં વેચાણ અર્થે સંતાડી મુકલે દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ- ૪૭ જેની કિંમત રૂપિયા ૨,૩૫૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે કૃષ્ણાબેન જીવાભાઈ ઇસરીયાભાઈ ગામીત નામની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application