Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના મહિલા સભ્યો પાસે જ લાંચ રૂપે નાણાંની માંગણી કરી

  • March 03, 2024 

પંચમહાલના કાલોલ તાલુકાની મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના મહિલા સભ્યો પાસે જ લાંચ રૂપે નાણાંની માંગણી કરવા અને લાંચ ન આપે તો નોકરીમાંથી છુટા કરી દેવા જેવી ધમકીઓ આપી મોટા પાયે કટકી ખાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને લઈ પોતાની હૈયા વરાળ ઠાલવતી બેન્ક સખી સભ્યોની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની એટલે કે GLPC હેઠળ ચાલતા મિશન મંગલમ શાખા હેઠળ સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગ સમુદાયના લોકોને સ્વ સહાય જૂથો ની રચના કરી તેમને સાતત્પૂર્ણ રોજગારી સાઠે આત્મનિર્ભર બનાવવા ના ઉદ્દેશ્ય થી સરકાર ખોબે ખોબા ભરી ગ્રાન્ટ ની ફાળવણી કરે છે.


પરંતુ કાલોલની મિશન મંગલમ શાખા ના નેજા હેઠળ બનેલા સ્વ સહાય જૂથો જાણે તાલુકા અધિકારી એવા ટી.એલ.એમ દીપતિબેન માટે બન્યા હોય તેમ સ્વ.સહાય જૂથો માટે આવતી તમામ ગ્રાન્ટ માંથી કટકી ખાઈ રહ્યા હોવા ના આક્ષેપ સાથે સ્વ સહાય જૂથો ના મહિલા સભ્યો એ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.કાલોલ તાલુકાના મિશન મંગલમ શાખા ના અધિકારી દીપતિબેન જેઓ ટી.એલ.એમ તરીકે ફરજ બજાવે તેમના દ્વારા સ્વ સહાય જૂથો ને આર્થિક પ્રવૃતિઓ કરવા માટે જૂથ દીઠ આપવામાં આવતી લોન અને રિવોલ્વિંગ ફંડ માંથી લાંચ પેટે ભારોભાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા છે.


એક જૂથ પાસે લોનના કમિશન પેટે 3 થી 4 હજાર રિવોલ્વિંગ ફંડમાંથી એક જૂથ પાસે 10 હજાર રૂપિયા સુધી ની માંગણી કરવા માં આવી રહી હોવાના તેમજ બેન્ક સખી અને સખી મંડળોના હોદ્દેદારો પાસે કાલોલના મિશન મંગલમ શાખાના ટી.એલ.એમ દીપતિબેન પૈસા ની કરે છે કડક ઉઘરાણી કરતા હોવા અને જો પૈસા ન આપો તો સખી મંડળ માંથી કાઢી મુકવા અને પોલીસ ફરિયાદ કરવા ધમકી આપતા હોવા ના આક્ષેપો સ્વ સહાય જૂથ ના સભ્યો અને બેન્ક સખીઓ એ કર્યા છે. મહિલા અધિકારી દીપતિબેન ના ત્રાસ થી સ્વ સહાય જૂથના અનેક મહિલા સભ્યો અને હોદ્દેદારો એ રાજીનામુ આપી દીધું છે. કેટલીક સખીઓને છેલ્લા 9 મહિના ઉપરાંત ના સમયથી પગાર સહિતનું ચુકવણું નહિ કર્યા ના આક્ષેપ પણ સામે આવ્યા છે.


ત્યારે સ્વ સહાય જૂથના વિલેજ ઓર્ગેનાઇઝેશન ચલાવતી બહેનોની હૈયા વરાળની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં બંને બેન્ક સખીઓ તાલુકા અધિકારીના ત્રાસ અંગે પોતાની હૈયા વરાળ ઠાલવી રહી છે. મિશન મંગલમ વિભાગ દ્વારા સ્વ સહાય જૂથની મહિલા સભ્યોને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ની તાલીમ માટે જે કાર્યક્રમો કરવા માં આવે છે તેમાં પણ કાલોલ તાલુકા માં મસમોટું કૌભાંડ આચર્યું હોવા ની બેન્ક સખીઓ કરી રહી છે. તેમના મતે તાલુકા અધિકારી દ્વારા ટ્રેનિંગ ના નામે માત્ર સિક્કા મરાવી બિલો પાસ કરાવી લેવામાં આવે છે. ત્યારે તાલુકાના અધિકારી ટી.એલ.એમ એવા દીપતિબેને પોતાનો બચાવ કરતા આ તમામ આક્ષેપો ખોટા હોવા નો અને સાબિત કરી આપવાનો રોફ બતાવી પોતે સાચા જ હોવાનું રટણ કર્યા કર્યું હતું. જો કે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો મોટું ભોપાળુ સામે આવી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application