ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું લગાવવામાં ન આવતા રાતના અંધારામાં મહિલા ગટરમાં ખાબકી હતી. સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેમણે સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મહિલાને ગટરમાં પડી જવાથી હાથ પગ અને મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા હતા. લોકોના મિજાજને પારખી તંત્ર દ્વારા તાત્કાલિક ગટર પર ઢાંકણું લગાડવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application