આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમા આવેલ સુબીરના સામુહિક ઓરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સુબીરના આરોગ્ય મેળામા મેડીકલ કોલજ સુરત ખાતેથી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્નારા નિ:શુલ્ક નિદાન અને સારવાની સેવા પુરી પાડવામા આવી હતી. જેનો લાભ સુબીર તાલુકાના વિસ્તારના કુલ 232 લોકોએ લાભ લીધો હતો.
જેમા નાક, કાન, ગળાના નિષ્ણાંત દ્વારા કુલ-16 દર્દીઓની સારવાર આપવામા આવી હતી. જનરલ સર્જન દ્વારા કુલ–07, બાળરોગ નિષ્ણાંત દ્વારા કુલ-54, ચામડી રોગના નિષ્ણાંત દ્વારા–03, ડેન્ટલ સર્જન દ્વારા–06, આંખરોગ નિષ્ણાંત દ્વારા–06, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા કુલ-53, અને ફીઝશીયન દ્વારા કુલ–79 દર્દીઓની સારવાર કરવામા આવી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામીતના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત સુબીર ખાતે યોજાયેલ સાપ્તાહિક આરોગ્ય મેળાને સુબીર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગારખડી, શિંગાણા અને પીપલદહાડની હેલ્થ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500