રાજ્યના હવામાન વિભાગની આગાહીને લઈને ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જયારે રાત્રીએ વલસાડ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડતાં ધરતી પુત્રોએ રાહત અનુભવી છે. ડાંગર અને શેરડીના ઉભા પાકને આ વરસાદ ફાયદો કરાવશે જ્યારે શાકભાજી સહિત અન્ય પાકોને પણ લાભ કરાવશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સવારે 8 કલાકે પુરા થતા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ તાલુકામાં 10 mm, ધરમપુર તાલુકામાં 22 mm, પારડી તાલુકામાં 11 mm, કપરાડા તાલુકામાં 35 mm, ઉમરગામ તાલુકામાં 2 mm, વાપી તાલુકામાં 22 mm જ્યારે ધરમપુર તાલુકાના બોપી વિસ્તારમાં 37 mm વરસાદ ડિઝાસ્ટર વિભાગના ચોપડે નોંધાયો છે. આ વરસાદ પડતાં ડાંગર, શેરડી અને શાકભાજી તેમજ કઠોળ સહિતના પાકોમાં લાભ પહોંચાડશે જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે સ્થાનિક લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. બીજી તરફ ગણેશ મંડળ આયોજકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500