સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. જયારે વરસાદ અને ખાડીમાં વહેતા ધસમસતા પાણીના કારણે પુણા કુંભારીયા વિસ્તારમાં એક રેસીડન્સી બિલ્ડીંગની દિવાલ તુટી પડી હતી. તેમજ ખાડી કિનારે બનેલા આ બિલ્ડીંગની કમ્પાઉન્ડ વોલ તુટી જતાં છ જેટલા વાહનો ખાડીમાં ખાબક્યા હતા જેના કારણે પાલિકા અને ફાયર તંત્ર દોડતું થયું છે. ફાયર વિભાગે આ વાહનો કાઢવાની કામગીરી હાથ ધરી છે. સુરતમાં પડેલા વરસાદનાં કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો.
દરમિયાન જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ખાડીઓ બંને કાંઠે વહેતી હોવા સાથે પાણીનો પ્રવાહ પણ ભારે જોવા મળી રહ્યો છે. સુરતમાં પડેલા વરસાદ અને ખાડીના પાણીના કારણે ખાડી કિનારે પુણા-કુંભારિયા વિસ્તારમાં બનેલી સારથી રેસીડેન્સીની પાર્કિંગની દિવાલ તુટી પડી હતી. આ દિવાલ તુટી પડતાં પાર્કિંગમાથી ત્રણ બાઈક અને ત્રણ કાર ખાડીમાં પડી ગયા હતા. આ ઘટનામાં વાહનોને નુકસાન થયું હતું. આ અંગેની જાણ પાલિકા અને ફાયર વિભાગને કરાતા તંત્ર દોડતું થયું છે અને વાહનો કાઢવાની કામગીરી હાથ ધરી છે, જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રને રાહત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application