Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, આહવા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • October 31, 2023 

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર જાગૃતિની વિવિધ પ્રવૃતિઓનુ અસરકારક અમલીકરણ થાય તથા વધુમાં વધુ યુવા મતદારો નોંધાય, અને મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે ગત તા.૩૦/૧૦/૨૦૨૩ થી તા.૦૪/૧૧/૨૦૨૩ દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે, કેમ્પસ એમ્બેસેડર તથા વિદ્યાર્થીઓ માટે વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે આહવાના પ્રાંત અધિકારી-વ-મતદાર નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં તા.૩૦/૧૦/૨૦૨૩ના રોજ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, આહવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.



આ કાર્યક્રમમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા જાગૃત મતદાર જ, મજબુત લોકતંત્રનું નિમાર્ણ કરી શકે છે તેમ જણાવી, યુવા વયના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરી હતી. દરમિયાન ચૂંટણી મામલતદારશ્રી દ્વારા કોલેજના યુવા વિદ્યાર્થીઓને VOTER HELPLINE એપના ઉપયોગ, અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.



આગામી તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીના વાર્ષિક સંક્ષિપ્ત સુધારણાના નિયત કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર), તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર), અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ તરીકે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજવાનું આ અગાઉ નકકી કરવામાં કરવામાં આવ્યુ હતું. જે પૈકી તા.૦૪/૧૧/૨૦૨૩(શનિવાર)ના બદલે હવે તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર)ના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે, અને અન્ય તારીખો યથાવત રાખવામાં આવી છે. જે અંગે પણ ઉપસ્થિત તમામને જાણકારી આપવામા આવી હતી. આ દિવસોએ મતદારયાદીમાં નવું નામ નોંધાવવા, નામ કમી કરાવવા કે ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાવવા સબંધિત મતદાન મથકના બી.એલ.ઓ.નો સંપર્ક સાધવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application