Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાનાં વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

  • June 07, 2023 

માહિતી વિભાગ દ્વારા ભરૂચ, રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી ૧૨, ૧૩, અને ૧૪ જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું દ્નારા બ્રિફીંગ મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આયોજન ભવનના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. મિટિંગમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, આ પ્રસંગનો ધ્યેય શાળા તથા સમાજ વચ્ચે સમન્વય સાંઘવાનો છે. “કન્યા કેળવણીને વધુ પ્રોત્સાહન મળે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો-વાલીઓમાં ઉત્સાહ રહે તે માટે બાળકોને શાળામાં પ્રવેશ આપતા આ કાર્યક્રમને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.




તેના આધારે ૧૦૦ ટકા નામાંકનનો ઘ્યેય જિલ્લામાં હાંસલ કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સાક્ષરતા દરની વૃઘ્ઘિ કરવી અને સ્ત્રી સાક્ષરતા દરની વૃઘ્ઘિ માટેના સઘન પ્રયાસ કરવામાં આવશે. સમાજ-વાલીઓમાં કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ લાવવાનો અને લોકોને સરકારની કાર્યરિતીમાં જોડવાનો સુનેહરો મોકો છે. તે સાથે- સાથે “શાળા પ્રવેશોત્સવ સમયે સ્કૂલ ઓફ એક્સિલેન્સ, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળકોને પોષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News