લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોઓ અનોખી પહેલ કરી છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલએસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનનાબિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપી છે.
આમ, ગુજરાત રાજ્ય હોટલએસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીનામહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application