Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં “ઇલેક્શન ગરબા” દ્વારા મતદારોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ

  • November 29, 2022 

આગામી તા.૦૧ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન તમામ મતદાન મથકોમાં ઇ.વી.એમ-વીવીપેટ દ્વારા મતદાન કરવામાં આવશે. ત્યારે આ પ્રક્રિયાથી મતદારોમાં વિશેષ જાગૃતિ લાવવા અને વધુમાં વધુ મતદારો મતદાન કરે એ માટે ચૂંટણીતંત્ર દ્વારા વ્યાપક લોકજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે આજે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે તથા સોનગઢ નગરપાલીકા દ્વારા પ્રાથમિક શાળા દશેરા કોલોની ખાતે “ઇલેક્શન ગરબા”નું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક બોલીમાં તૈયાર કરેલા મતદાન જાગૃતિના ગીતોએ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્રે હાથ ધરેલ પ્રયાસોના ભાગરૂપે સૌ યુવા મતદારો પણ મતદાન જાગૃતિના સ્થાનિક ગીતો, જેમાં ખાસ "કાકા બાપના પોરીયા અમે મતદાન કરીશુ" અને "સનેડો" જેવા ગીતો ઉપર નાગરિકો મન મુકીને ઝુમ્યા હતા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા ઉત્સાહભેર આ કાર્યક્રમોમાં જોડાયા હતા.



તમામ નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં મતદાનની પવિત્ર ફરજનું મહત્વ સમજાવવા કાર્યક્રમના અધ્યક્ષ ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આગામી તા.૦૧લી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા આમ જનતાને ભારપૂર્વક અપીલ કરી હતી. વધુમાં તેમણે  જણાવ્યું હતું કે, આજરોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજીત “ઇલેક્શન ગરબા”માં વ્યારા અને સોનગઢ ખાતે ખુબ સરસ ગરબા રજુ કર્યા છે અને તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે, સૌ કોઇ મતદાન કરી તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો કરીએ.



૧૮ વર્ષના નવ યુવાન મતદારોથી લઇ ૮૦ વર્ષથી ઉપરના વડીલ મતદારો, માતાઓ-બહેનો સહિત જાગૃત નાગરિકોને ગરબા દ્વારા મતદાન કરવા સુંદર અપીલ કરી છે. વધુમાં તેમણે મતદારો માટે બુથ ઉપર સુચારૂ આયોજન કરવામાં આવેલ છે જેમા પીવાના પાણીની વ્યવસ્થા, બેસવા, ઉભા રહેવાની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા છે એમ ઉમેર્યું હતું. આજના આ "લોકશાહી ગરબા અવશરમાં "વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે કે.કે કદમની વિદ્યાર્થીનીઓ દ્વારા તથા સોનગઢ ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સોનગઢ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ દ્વારા ગરબા રજુ કરવામાં આવ્યા હતા. “ઇલેક્શન ગરબા”માં જિલ્લા વિકાસ અધિકારી, સોનગઢ મામલતદાર, પી.ઓ.કમ ટીડીઓ, શાળા-કોલેજના આચાર્ય, શિક્ષક પરિવાર, આરોગ્ય વિભાગ, આંગણવાડીના બહેનો, જાહેર જનતા સહિત વ્યારા અને સોનગઢ નગરપાલિકા ટીમ મોટી સંખ્યામાં જોડાઈને ગરબાની રમઝટે ઝૂમ્યા હતા.




તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કેળવવા શહેરી-ગ્રામ્ય વિસ્તારોની શાળા/કોલેજો, સ્વેચ્છિક સંસ્થાઓ, પ્રબુદ્ધ નાગરિકો, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોના સહયોગથી મતદાર જાગૃતિની રીતસરની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેના ભાગરૂપે જિલ્લા ચૂંટણીતંત્ર અને ચીફ ઓફિસર વ્યારા અને સોનગઢ ધર્મેશ ગોહિલના નેતૃત્વમાં તાપી જિલ્લામા “ઇલેક્શન ગરબા” દ્વારા મતદારોને મતાધિકારના મહત્વ અંગે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સ્વીપ અભિયાનની ફલશ્રુતિરૂપે યુવાનો અને તાપી જિલ્લાના જાગૃત નાગરિકો પણ લોકશાહીને મજબૂત બનાવવા અચુક મતદાન કરવાનો સામુહિક સંકલ્પ લઈ રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application