પ્રોજેકટ રોશની હેઠળ નવનિર્મિત ભરૂચના “રેવા સુજની કેન્દ્ર” ખાતે ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના “એક જિલ્લા, એક ઉત્પાદ” (ODOP -One District One Product) યોજના હેઠળ ભરૂચના સુજની બનાવતા કારીગરો અને તાલીમાર્થીઓ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં NIDના એક્ષપર્ટ ફેકલ્ટી શફીક અફઝલ, સુચિત્રા બેનિવાલ દ્વારા વિવિધ વિષયો જેમ કે સુજનીની સમજ, ટેક્ષટાઇલમાં ડિઝાઇનની સંરચના, કલર કોમ્બીનેશન, પ્રોડક્ટની દુનિયા, ડિઝાઇનમાં નાવાચર, માર્કેટની જરૂરિયાત વગેરે વિષયો પર સઘન તાલીમ આપવામાં આવી. આ કાર્યશાળામાં 30 જેટલા તાલીમાર્થીઓએ બે દિવસીય કાર્યશાળામાં સક્રિય રસ દાખવીને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી.
આ કાર્યશાળામાં આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા (IAS), નાયબ ઉદ્યોગ કમિશ્નર જે.બી.દવે, મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવકુમાર સંચાણીયા હાજર રહ્યા હતા. ભારત સરકારની ODOP યોજના હેઠળ “ઇન્વેસ્ટ ઈન્ડિયા” માંથી સોનલ ચૌધરી અને પ્રેરણા પ્રેયસી, NID માથી જીતેન્દ્ર રાજપૂત (પ્રોજેકટ હેડ), અશોક મોંડલ (પ્રોજેકટ કો હેડ), વિનિતા ઓસ્વાલ (ડિઝાઇનર) હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500