રાજ્યના ધરતીપુત્રોને રવિ સિઝનમાં રવિપાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે સૂક્ષ્મ જાણકારી પૂરી પાડવા સાથે, વિવિધ ખેડૂતકલ્યાણ લક્ષી યોજનાઓની જાણકારી પૂરી પાડવા માટે રાજ્યભરમાં તમામે તમામ તાલુકા કક્ષાએ બે દિવસિય ‘રવિ કૃષિ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. જે મુજબ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને વરેલા ડાંગ જિલ્લામાં પણ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ બે દિવસ ‘રવિ કૃષિ મહોત્સવનું’ આયોજન જિલ્લા વહીવટી તંત્રએ ઘડી કાઢ્યું છે. ડાંગ જિલ્લા વહીવટી વડા એવા કલેક્ટ, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ અને સુબીર ખાતે પણ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે મુજબ આહવા તાલુકા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તારીખ ૨૪/૧૧/૨૦૨૩ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડકના અધ્યક્ષ સ્થાને, આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, સુબીર તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના અધ્યક્ષા ગાઇનના અધ્યક્ષસ્થાને સુબીર સ્થિત નવજોત સ્કૂલ ખાતે, અને વઘઇ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application