કર્ણાટકનાં કોલાસ જિલ્લામાં રૂપિયા 20 લાખનાં ટામેટા ભરેલી ટ્રક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ટ્રક જયપુર જવા રવાના કરાઈ હતી. જોકે આ ટ્રક રાત્રે રાજસ્થાનનાં રાજધાની જયપુરમાં પહોંચવાની હતો, જોકે વચ્ચે જ ટ્રક ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે. જ્યારે ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેનો ફોન સ્વિચ ઓફ છે. ત્યારબાદ કોલાર પોલીસ સ્ટેશન પાસે ફરિયાદ નોંધવામાં આવી છે. બંને વેપારીઓએ ટામેટા જયપુર મોકલવા માટે તારીખ 27મી જુલાઈનાં રોજ ટ્રક બુક કરાવી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, GPS ટ્રેકમાં ટ્રકે 1600 કિલોમીટરની સફર કરી હોવાની માહિતી મળી છે. જોકે ત્યારબાદ ટ્રકને ટ્રેસ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. ટ્રકમાં સવાર કોઈની પાસે મોબાઈલ ન હોવાથી, ટ્રક ક્યાં ગયો તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.
હાલ ટ્રકની યોગ્ય લોકેશન જાણવું અશક્ય લાગી રહ્યું છે. વેપારીનાં જણાવ્યા અનુસાર, જો ટ્રકનો અકસ્માત થયો હોત તો, અત્યાર સુધીમાં માહિતી મળી જતી પણ બંને વેપારીઓને ટ્રક ચાલક પર આશંકા છે અને ટ્રક ચાલકે જ ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસો પહેલા તમિલનાડુમાં પણ 2.5 ટન ટામેટા ભરેલા ટ્રકને લૂંટમાં આવ્યો હતો. આ ટ્રકમાં લગભગ 2 લાખની કિંમતના ટામેટા હતા. બેંગલુરુ પાસે એક કપલે આ કારસ્તાન કર્યું હતું. વાસ્તવમાં લૂંટેરી ગેંગના એક કપલે અકસ્માતનું તરકટ રચ્યું હતું. ત્યારબાદ ખેડૂતની ટામેટા ભરેલી જીપને રોકી તેની પાસેથી નાણાં વસુલવાનો પ્રયાસ કર્યો, જ્યારે ખેડૂતો નાણાં આપવાનો ઈન્કાર કર્યો તો કપલ આખે આખી જીપ લઈને ફરાર થઈ ગયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500