Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના કટાસવાણ નજીકથી 11 પશુઓ ખીચોખીચ ભરેલી ટ્રક ઝડપાઇ

  • September 27, 2020 

ઉચ્છલ ના કટાસવાણ ગામ નજીક  નેશનલ હાઇવે નંબર 53 ઉપર બેડકી નાકા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન એક ટ્રક નંબર જીજે/17/યુયુ/4067 માંથી ભેંસો નંગ 8 અને નાના પાડીયા નંગ 3 મળી કુલ 11 પશુઓને ક્રૂરતા પૂર્વક ટ્રકની અંદર ખીચોખીચ ટૂંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના ગેરકાયદેસર રીતે રાજ્ય બહાર લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

આ બનાવમાં પોલીસકર્મી રાહુલભાઈ દિગંમ્બરભાઈ ની ફરિયાદ ના આધારે પશુઓ અને ટ્રક મળી કુલ રૂપિયા 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ચાર જેટલા કસુરવારો સામે ગુનો દાખલ કરી એક જણાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application