વાલોડના બાજીપુરા ગામના વિસ્તારમાંથી હાઈવે માર્ગ પરથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરી લઇ જતી એક ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે,જોકે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપરથી ગતરોજ એક શંકાસ્પદ નજરે પડતી ટ્રક નંબર જીજે/૦૫/એવી/૭૦૮૬ન ઝડપી પાડી તલાસી લેતા ટ્રકમાંથી ભેંસો નંગ-૧૩ તથા ભેંસોના બચ્ચા (પાડીયા) નંગ-૦૫ જેટલા પશુઓ ગેરકાયદેસર રીતે ટ્રકમાં વગર પાસ પરમીટે તથા ખીંચો ખીચ ભરી ટુકી દોરી વડે બાંધી,ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી,
તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી, અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર ટ્રકમાં ગેરકાયદેસરરીતે ક્રુરતા પૂર્વક પશુઓને ભરી લઇ જતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે ૧૩ નંગ ભેંસો અને ૦૫ પાડીયા ,ટ્રક અને પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા રૂ.૧૧,૧૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અલીમખાન મુસાખાન આલીસર (સિંધી) (રહે,કામરેજ,નવા ગામ દાદા ભગવાન મંદિર પાસે દુબળ ફળિયા, તા.રામસર,જી.બાડમેર,રાજસ્થાન ) નાઓની ધરપકડ કરવામાં આવી છે,જોકે વાહિદભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500