Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે મહિલા આરોગ્ય અંગે તાલીમ શિબીર યોજાઈ

  • December 16, 2020 

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સંકલિત બાળવિકાસ વિભાગ આઇ.સી.ડી.એસ.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જિલ્લા સેવા સદન બ્લોક.૧૧ના કોન્ફરન્સ હોલ ખાતે સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવિકાઓ માટે બે દિવસીય મહિલા આરોગ્ય વિષયક તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.        

 

 

આ તાલીમ શિબીરમાં જેમાં બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દિકરી,  “પૂર્ણા યોજના” અને મહિલા શક્તિ કેન્દ્ર તાપી, જાતિગત ભેદભાવો તથા પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થાની કિશોરીઓ/મહિલાઓ પર થતી અસરો, જીવન કૌશલ્યની સમજ તથા કૌશલ્ય વર્ધન કેન્દ્રોની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતે. ખાસ કરીને  કિશોરીઓના પ્રજનન. સ્વાસ્થ્ય તથા પ્રજનન અધિકારો, સ્વબચાવ તથા ગુડ ટચ અને બેડ ટચ તથા કિશોરીઓ સાથે થતા જાતીય ગુનાઓ અંગેની સમજ, મહિલા અને કિશોરીઓ પર થતી હિંસાના પ્રકારો, અસરકારક સંદેશા વ્યવહાર અને બર્ન આઉટ, દિકરીઓના માધ્યમિક શિક્ષણ/શાળા ડ્રોપ આઉટ દર તથા કિશોરીઓમાં એનીમિયા કારણે ઉભી થતી આરોગ્યલક્ષી વિવિધ સમસ્યાઓ વગેરે અંગે વિગતવાર જિલ્લા મુજબની સમજ નિષ્ણાતો દ્વારા તાલીમાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application