વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ ૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૬ ફોર્મ ભરાયા હતા.
૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે આજરોજ ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૩ ફોર્મ
જે પૈકી ચૂંટણી અધિકારી,વ્યારા તરફથી મળેલી વિગતો અનુસાર ઉમેદભાઈ ભીમસીંગભાઈ ગામીત-અપક્ષ, સુનિલભાઈ નાગજીભાઈ ગામીત—ભારતીય ટ્રાઈબલ પાર્ટી, બિપિનચંદ્ર ખુશાલભાઈ ગામીત- આમ આદમી પાર્ટી, સુનિલભાઈ છીતુભાઈ ચૌધરી-આમ આદમી પાર્ટી,કોંકણી મોહનભાઈ ઢેડાભાઈ- કુલ-૪ ફોર્મ ભારતીય જનતા પાર્ટી,ગામીત નીતીનભાઈ નીમાભાઈ- કુલ-૨ ફોર્મ- ભારતીય જનતા પાર્ટી, રાકેશભાઈ ગામીત-બહુજન સમાજ પાર્ટી, જીમીકુમાર પટેલ-અપક્ષ, બિપીનભાઈ ગોવિંદભાઈ ગામીત- અપક્ષ ઉમેદવાર મળીને કુલ ૧૩ ફોર્મ ભરાયા હતા.જેમાં પક્ષવાર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી- ૬ ફોર્મ,અપક્ષ-૩ ફોર્મ,આમ આદમી પાર્ટી-૨ ફોર્મ,એક ભારતીય ટ્રાઈબલ પાર્ટી,એક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું હતું.
ભરાયા જ્યારે ૧૭૨- નિઝર ( અ.જ.જા.) બેઠક માટે કુલ ૧૨ ફોર્મ ભરાયા
જ્યારે ૧૭૨- નિઝર ( અ.જ.જા.) બેઠક માટે ચૂંટણી અધિકારી નિઝર તરફથી મળેલી વિગતો મુજબ આજરોજ કુલ ૧૨ ફોર્મ ભરાયા હતા. જે પૈકી મનીષભાઈ પ્રકાશભાઈ વસાવા-અપક્ષ,જીજ્ઞેશકુમાર દિલિપભાઈ ગામીત- આમ આદમી પાર્ટી,સ્નેહલતાબેન પરેશભાઈ વસાવા-અપક્ષ,જયરામભાઇ ચેમાભાઈ ગામીત—કુલ-૪ ફોર્મ ભારતીય જનતા પાર્ટી,સૂરજભાઈ દાસુભાઈ વસાવા- ૨ ફોર્મ- ભારતીય જનતા પાર્ટી,સુનિલભાઈ રતનજીભાઈ ગામીત – ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, પ્રવિણાબેન સુનિલભાઈ ગામીત- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ,વિનાભાઈ બાબલાભાઈ ગામીત-અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. નિઝર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ૬ ફોર્મ,અપક્ષ-૩, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ-૨ અને એક આમ આદમી પાર્ટીએ ફોર્મ રજુ કર્યું હતું. આમ બંને સીટ ઉપર અંતિમ દિવસે કુલ ૨૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500