બેંગ્લોરમાં બહુરાષ્ટ્રીય પિઝા કંપની ડોમિનોઝની માલિકીના સ્ટોરમાં પિઝાના કણકની ટ્રે પર લટકતા લગભગ સ્પર્શી જાય તેવા મોપ અને ટોઇલેટ બ્રશની તસવીરો સામે આવી છે. આ તસવીરો વાયરલ થયા બાદ કંપની લોકોના નિશાના પર આવી ગઈ હતી.
હવે ડોમિનોની કંપનીએ આ મામલે ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે,સાહિલ કરનાની નામના ટ્વિટર યુઝરે એક તસવીર શેર કરી અને લખ્યું કે આ રીતે ડોમિનોઝ અમને પિઝા સર્વ કરે છે.ખૂબ જ ઘૃણાસ્પદ તેણે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે આ બેંગ્લોરના ડોમિનોઝ પિઝા સ્ટોરની તસવીર છે. આ પિઝા આઉટલેટ બેંગ્લોર શહેરના હોસા રોડ પર સ્થિત છે.
સોશિયલ મીડિયા પર આ મામલે ચર્ચા શરૂ થઈ ત્યારે કંપની બેકફૂટ પર આવી ગઈ. હવે ડોમિનોઝે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ડોમિનોઝ સ્વચ્છતા અને સલામતીના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે વિશ્વ-કક્ષાના પ્રોટોકોલનું પાલન કરે છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર અમારા એક સ્ટોરની તસવીર સામે આવી છે.અમે આ બાબતની નોંધ લીધી છે અને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે,આ માત્ર એક ઘટના છે જેમાં બેદરકારી આચરવામાં આવી હતી.અમે સંબંધિત રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરી છે. કંપનીએ કહ્યું,'અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે ઉચ્ચ સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન સહન નહીં કરીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500