સોનગઢના વાંકવેલ ગામની સીમમાં એકટીવા ચાલકના ગળા ઉપર ચપ્પુ મૂકી એકટીવા મોપેડ,પર્સ અને મોબાઈલ ફોન લુંટી ફરાર થઇ ગયેલા ત્રણ લુટારુઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. જોકે બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ગુણસદા ગામના મંદિર ફળીયામાં રહેતો ગૌતમભાઈ ગામીત ગત સોમવારે રાત્રે પોતાની એકટીવા ગાડી નંબર જીજે/26/એએ/0152 લઈને સોનગઢ થી પરત પોતાના ઘરે જઇ રહ્યો હતો તે દરમિયાન વાંકવેલ ગામની સીમમાં આવેલ શ્રી જી ગૌશાળા પાસે એક બાઈક પર સવાર અજાણ્યા ત્રણ ઈસમોએ પૈકી બે ઇસમોએ ગૌતમભાઈના ગળા ઉપર અને પેટ પાસે ચપ્પુ મૂકી ગૌતમની એકટીવા મોપેડ અને 10 હજારનું રોકડ રકમ ભરેલું પર્સ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 65 હજારની મત્તાની લુટ ચલાવી ત્રણેય લુટારુઓ એકટીવા મોપેડ અને તેમની બાઈક લઇ નાશી છૂટ્યા હતા.
બનાવ અંગે પોલીસે ગૌતમભાઈ ગામીતની ફરિયાદના આધારે ત્રણેય અજાણ્યા લુંટારુઓ સામે ગુનો દાખલ કરી તેમને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં તાપી પોલીસને સફળતા હતી અને એક સગીરવયના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લુટના ગુનામાં વપરાયેલો ચપ્પુ, લુટ કરેલ એકટીવા મોપેડ તથા ચાર મોબાઈલ કબજે કરી ફરાર અન્ય બે લુંટારુઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500